સુરેન્દ્રનગરમાં આર્થિક તંગીના લીધે બાઇક તસ્કરી કરનારા બે શખ્સો પકડાયા

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક તસ્કરીના ગુના અટકાવવા તથા અનડિ-ટેકટ ગુનાઓ શોધવા જિલ્લા પોલીસ વડાએ કડક આદેશો કર્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરએ ડીવીઝન પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમના ધનરાજસિંહ, વિજયસિંહ સહિતનાઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ સમયે બાઇક પર બે યુવાનો બે ટાયર સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતા નજરે પડ્યા હતા. આથી તપાસ કરતા બન્ને બાઇક તસ્કરીના હોવાનું ખૂલ્યુ હતુ. પોલીસે બાઇકના બે વ્હિલ કિંમત રૂ.૧,000, હોન્ડા સીડી બાઇક કિંમત રૂ.૧૫,000, પેશન બાઇક કિમત રૂ.૭,000 મળી કુલ રૂ.૨૩,000 ના મુદ્દામાલ સાથે અમનપાર્કમાં રહેતા ૩૯ વર્ષીય તાહીરખાન શબ્બીરભાઇ પઠાણ અને નિલમબાગ સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય કુમારભાઇ ગટુરભાઇ કાંઝીયાને પકડી લીધા હતા. બન્ને ઇસમો આર્થિક તંગીના લીધે તસ્કરી કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *