જેતપુરના દેવકી ગાલોળગામે જુગારના હાટડા પર પોલીસ ત્રાટકી : ૮ શંકુઓ પકડાયા

જેતપુર દેવકી ગાલોળ ગામે મકાનમાં ચાલતા જુગારના હાટડા પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૮ શંકુને પકડી લીધા હતા. દેવકી ગાલોલ ગામે રહેતો પંકજ કાળુભાઇ પટેલ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાલુકાના પી.એસ.આઇ. એસ.વી. ગોજીયા તથા સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ૮ શંકુને ૩૧,૪૭૦ની રોકડ રકમ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા. ઝડપાયેલા શંકુઓમાં મકાન માલીક પંકજ કાળુભાઇ પટેલ, ગોગન ડાયાભાઇ ગોંડલીયા, રઘુ અરજણભાઇ રામાણી, ભરત જમનાદાસ આળતીયા, ધનજી ભીમજીભાઇ મકવાણા મોચી, જીલુ દેવાયતભાઇ ખુમાણ, સુરેશ બાવાભાઇ હરખાણી, ચંદુ પુનાભાઇ, ભેસાણ, અમરાપરનો સમાવેશ થાય છે. બધા સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *