“ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત” જેવુ જ કઈ દ્રશ્ય માધાપરમાં બન્યું

“ચાર દિન કી ચાંદની ફીર અંધરી રાત” જેવુ જ કઈ દ્રશ્ય માધાપરમાં બન્યું છે. ભુજ તાલુકાનું માધાપર ગામ જે કચ્છનું સૌથી અમીર ગામ તેમજ બે-બે સરપંચ હોવા છતાં પણ આવી સ્થિતિ માધાપરમાં સર્જાઈ રહી છે.??? ત્યારે ભુજના માધાપર ગામમાં આવેલ શાકમાર્કેટ નજીક આવેલ નદી માં હમણાં અમુક દિવસો પૂર્વે ગંદકીનો વિડીયો વાઈરલ થતાં સફાઈ થઈ હતી ત્યારે બધી જગ્યાએ સફાઈના ફોટો અને વિડિયો મોકલવામાં આવ્યા હતા, અને હવે કોઈ પૂછતું પણ નથી.? માત્ર એક મામૂલી વરસાદમાં તો આ નદી ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. કેટલીક ગાયો અને નદી તે ગંદકીમાં ફરી રહ્યા છે અને પ્લાસ્ટિક અને કચરો ખાઈ રહ્યા છે ત્યારે હવે કોઈ જાગૃત નાગરિક આગળ નથી આવતા. તો શું તે બધુ માત્ર ફોનમાં વિડિયો બનાવવા અને વાઈરલ થવા માટે કર્યું હતું ??? માત્ર નદી જ નહીં માધાપરની હરેક ગળી પહેલા વરસાદની સાથોસાથ ગંદકીમાં ધકેલાઈ છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે કે માત્ર ફોટો અને વિડીઓના માધ્યમથી પ્રચાર પૂરતા છે બધા ???