ભુજમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ સત્રનું આયોજન કરાયું


પશ્ચિમ કચ્છ પોલીસ હેડ કવાર્ટર ભુજ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વર્તમાન જીવનશૈલી અનુસાર સ્વસ્થ રહેવા માટે યોગાસન તેમજ પ્રાણાયામ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે શીખવવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સંત રામદાસ દ્વારા યોગાસન કરાવવામાં આવ્યા હતા. ઓછી ઉંઘ, અનિયમિત ભોજન વગેરેના લીધે ઉદ્ભવતી બીમારીઓના નિવારણ અંગેના ખાસ યોગ સર્વે અધિકારીઓ અને કર્મચારીઓને કરાવવામાં આવ્યા હતા. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કેમ્પ યોજાયો હતો.
આ યોગાભ્યાસનું આયોજન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવ્યું હતું. યોગાભ્યાસ દરમિયાન હેડ કવાર્ટર પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જે.રાતડા તેમજ પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
