ડાંગમાં અતિ ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ : ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે વહેતો થવાથી પ્રવાસીઓ પર પ્રતિબંધ

image-135

copy image

copy image

ડાંગમાં અતિ ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. પરીણામ સ્વરૂપે આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં 20 જેટલા રસ્તાઓ સંપૂર્ણ બંધ થઈ ચૂક્યા છે. ઉપરાંત લો-લેવલ કોઝવે પર પણ પાણી ફરી વળ્યા હતા. ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે વહેતો થવાના કારણે ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.