રાપરના ચિત્રોડમાં ગોદામમાંથી રાંધણગેસના ઘરેલુ અને કોમર્શિયલ બાટલા કબ્જે કરાયા

copy image

copy image

રાપર ખાતે આવેલ ચિત્રોડમાં ગોદામમાંથી રાંધણગેસના ઘરેલુ અને કોમર્શિયલ બાટલા જિલ્લા પુરવઠા અધિકારીએ ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જિલ્લા પુરવઠા અધિકારી તથા અન્ય અધિકારીઓ દ્વારા નૂતન ચિત્રોડ આરોગ્ય મંદિર-2ની બાજુમાં આવેલી ઈમારતના રૂમ નંબર-બેમાં અચાનક કરવામાં આવેલ તપાસમાં નવનીત ગેસ એજન્સી ગાંધીધામની 14.2 કિલોના ઘરેલુ રાંધણગેસના ભરેલા 201 બોટલ તથા ખાલી 99 બોટલ અને કોમર્શિયલ 19 કિલોના ખાલી ત્રણ બોટલ કબજે કરવામાં આવ્યા હતા. આ જગ્યાએ સ્ટોક રજિસ્ટર, ખરીદ, વેચાણના હિસાબો, તેમજ કોઈ પણ જાતના સુરક્ષાનાં સાધનો કે એક્સપ્લોઝિવ પરવાના અને આગ સુરક્ષા પરવાના વગર બાટલાઓનું વેચાણ કરાઈ રહ્યું હતું. ગાંધીધામ નવનીત ગેસ એજન્સીના ભાગીદારો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.