અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની તપાસમાં થયો વધુ એક ખુલાસો : ઉડાન ભરવાની અમુક ક્ષણોમાં જ અચાનક પ્લેનમાં વીજળી ગુલ થઈ

image-136

copy image

copy image

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે કે, ઉડાન ભરવાની અમુક ક્ષણોમાં જ અચાનક પ્લેનમાં વીજળી કટ થઈ ગઈ હતી વીજળી ગુલ થઈ જવાના કારણે બોઇંગ-787 ડ્રીમલાઇનરે અચાનક પોતાની તાકાત ગુમાવી દેતાં નીચે પડતા જ પ્લેન એક બિલ્ડિંગ સાથે ટકરાયું હતું જેમાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત 270 લોકોના મોત થયા હતા. વધુમાં સૂત્રોનું કહેવું છે, દુર્ઘટના બાદ બ્લેક બોક્સ પણ કબ્જે કરી લેવામાં આવેલ છે જેની તપાસ બાદ જ દુર્ઘટનાનું સત્ય કારણ સામે આવશે.