છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની ખોટી હકીકતની દાસ્તાન સામે આવી : જર્જરીત માર્ગના પરીણામે સગર્ભા મહિલાને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી
છોટાઉદેપુર ખાતેલ આવેલ નસવાડીના ખેંદા ગામમાં વિકાસની ખોટી હકીકતની દાસ્તાન સામે આવી રહી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે ગામના કાચા રસ્તાઓની હાલત બત્તર હોવાના કારણે એવો બનાવ સામે આવ્યો છે આ ગામમાં એક સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ખાનગી જીપ લઈ જવામાં આવેલ હતી પરંતુ રસ્તો એટલી હદે જર્જરીત હતો કે, જીપ ચઢી ન શકી. પરીણામ સ્વરૂપે સગર્ભાને ઝોળીમાં ઉંચકીને લઈ જવી પડી અને ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને લઈ જવામાં આવી હતી. બનાવને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારનો પ્રશ્ન તાત્કાલિક હલ થાય તેવી લોક માંગ ઉઠી છે.