નલિયામાં ઘણા સમયથી પાણીની સમસ્યાના કારણે મહિલાઓમાં ભારે રોષ

copy image

નલિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાના કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ અંગે વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ નલીયાના છળ ફળિયા અને રાઈ ફળિયા વિસ્તારમાં ઘણા સમયથી પાણી ન આવાથી મહિલાઓએ ગ્રામ પંચાયતમાં સરપંચ સમક્ષ રજૂઆત કરી હતી. સરપંચે પાણીની સમસ્યાના અનેક કારણો જણાવ્યા હતા, જેમ કે વીજ પુરવઠો ખોરવાયો, નલિયામાં નવી સોસાયટીઓના વિસ્તરણ તેમજ પાણી વેરો બાકી છે, તેવી અનેક સમસ્યાઓ હોવા છતાં સરપંચે સાંજ સુધીમાં પાણી પુરવઠો પુનઃ શરૂ થવાની ખાતરી આપી હતી.