કચ્છ જીલ્લામાં સંગઠીત ગુનાઓ આચરી પોતાના તથા કુંટુંબી જનોના નામે ૧.૨૩ કરોડ ની મિલ્કતો વસાવનાર ફરાર આરોપી ઝડપાયો


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ.ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, સુનીલભાઇ પરમાર તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજા તથા ડ્રા.મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા સુનીલભાઇ પરમારનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૪૬૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૧૧(૬),૫૪ મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી જુસબ વલીમામદ કકલ રહે. રૂદ્ર રેસીડેન્સી તથા ઓધવ વંદના સોસાયટી એરપોર્ટ રોડ ભુજવાળો હાલે આણંદ મધ્યે વિધ્યાનગર ખાતે હાજર છે જેથી તુરંત જ વિધ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી હકીકતથી વાકેફ કરી અત્રેથી આણંદ ખાતે જઇ વિધ્યાનગર પોલીસની મદદથી ઉપરોકત મુજબના ગુના કામે નાસતા ફરતા આરોપીને તેના કબ્જાની ફોર વ્હીલર ફોર્ડ એવરેસ્ટ રજી. નં.જીજે-૧૮-ઇબી-૫૦૯૭ વાળી સાથે પકડી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમએ ઉપરોક્ત ગુનો કરેલ હોઇ અને આ ગુન્હા કામે આજ દીન સુધી નાસતો-ફરતો હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી લઇ આવી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
જુસબ વલીમામદ કકલ, રહે. પ્લોટ નંબર ૯, રૂદ્ર રેસીડેન્સી, એરપોર્ટ રોડ, ભુજ-કચ્છ
:• કબ્જે કરેલ મુદ્દામાલ
- ફોર વ્હીલર ફોર્ડ એવરેસ્ટ રજી. નં.જીજે-૧૮-ઇબી-૫૦૯૭