સુરતમાં રોડ પર દોડતા ડિજિટલ યમરાજે વધુ એકનો ભોગ લીધો : રોડ ક્રોસ કરી રહેલ યુવાનને ટક્કર મારી તેના માથા પરથી બસના પૈડાં ફરી વળતા મોત

copy image

સુરતમાં રોડ પર દોડતા ડિજિટલ યમરાજના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક હ્રદયદ્રાવક બનાવ સામે આવી રહ્યો છે. જેમાં શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો યુવાનનો ભોગ લીધો છે. આ ગોઝારા બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાઈટ ડ્યૂટી પર જઈ રહેલ 22 વર્ષીય યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા આ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માત સર્જ્યા બાદ બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બસ કબ્જે કરી આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યુ છે.