મોટર સાયકલ ચોરીના આરોપીને પકડી પાડતી માધાપર પોલીસ

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા/શોધવા સુચના-માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે માધાપર પો.સ્ટે એ-પાર્ટ-ગુ.ર.નં.૩૫૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો તા.૨૦/૦૬/૨૦૨૫ ના ૪.૧૫/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે માધાપર ઠાકર મંદીર પાસે હંશદીપ કોમ્પલેક્ષ ફરીયાદી એ દુકાન બહાર પાર્ક કરેલ મો.સા. હીરો એચ,એફ. ડીલક્ષ મો.સા. રજી.નં. GJ-12-CL-2432 વાળુ કોઇ અજાણયો ઇસમ ચોરી કરી લઈ ગયેલ તે ગુના કામે ચોર તથા ચોરીમા ગયેલ મો.સા. શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન સોર્સીસ ના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ.પરમવિરસિંહ કે ઝાલા તથા કાનાભાઇ એચ. રબારી તથા પો.કોન્સ. કલ્પેશ કે. કોડીયાતર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ચોરી થયેલ મો.સા. એક ઇસમ ગંગેશ્વર રોડ થઇને નીકળનાર છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા એક ઇસમ ઉપરોકત મો.સા. સાથે પકડી પાડેલ જે ઇસમને મો.સા. સાથે પો.સ્ટે. ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોકત મો.સા. રજી.નં. GJ-12-CL-2432 વાળુ માધાપર નવાવાસ ખાતેથી ચોરી કરેલાની કબુલાત કરતો હોય અને તેના કબ્જાની મો.સા. હીરો એચ,એફ. ડીલક્ષ મો.સા. રજી.નં. GJ-12-CL-2432 વાળી કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી આવેલ હોઇ સદર મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) ધિરજ મનજીભાઇ વાઘજીયાણી (પટેલ) ઉ.વ.૨૩ ધંધો-સેન્ટીંગ રહે, પટેલ સમાજવાડીની પાસે મેઘપર તા-ભુજ

રિકવર કરેલ મુદામાલ:-

(૧) કાળા કલરની હીરો એચ,એફ. ડીલક્ષ મો.સા. રજી.નં. GJ-12-CL-2432 વાળી કિ.રૂ. ૨૫,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર,ડી.એમ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ.પરમવીરસિંહ કે ઝાલા તથા ભગીરથસિંહ એ જાડેજા તથા કાનાભાઈ એચ રબારી તથા પોલીસ કોન્સ. કલ્પેશભાઈ કે કોડીયાતર તથા લાલસિંહ ચેહરાજી પરમાર તથા માધવરાજસિંહ એચ.ઝાલા નાઓ જોડાયેલ હતા.