આવતી કાલે  22મી જૂન રવિવારના દિવસે  8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી : આશરે 81 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપાયોગ

image-132

copy image

copy image

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવતી કાલે  8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમાં આવતી કાલે એટલે કે,  22મી જૂન રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાનો કીમતી મત આપી તેનો સદુપયોગ કરશે. તેમજ આગામી 25મી જૂને આ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.