Skip to content
ભુજ શહેરના દાદુપીર રોડ પર કોલીવાસ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એ.એન.પ્રજાપતી સાથે એ.એસ.આઈ.જયદિપસિંહ ઝાલા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સર્વેલન્સ ટીમને સયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે દાદુપીર રોડ કોલીવાસમાં પાણીની તલાવડી નજીક બાવળની ઝાડીમા જાહેરમા કેટલાક શખ્સો ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી આધારે પંચો રૂબરૂ બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા જુગાર રમતા શખ્સોને ઝડપી પાડી તે શખ્સો વિરૂધ્ધ કાયદેસર તપાસ કરવામાં આવી હતી. જેમાં મોહીન અબ્દુલ ગગડા (ઉવ.૨૧ રહે.દાદુપીર રોડ એસ.આર.રસકસની દુકાનની બાજુમા ભુજ), અદ્રેમાન અનવર છડીદાર (ઉવ.૪૫ રહે.સરપટનાકા બહાર તુલસીમીલ પાસે ભુજ), સલીમ સાલેમામદ મીયાણા (ઉવ.૩૪ રહે.દાદુપીર રોડ શેખ ફળીયુ ભુજ), સુમાર રમજુ અબડા (ઉવ.૩૬ રહે.ભીડનાકા બહાર દાદુપીર રોડ ભુજ)ને ઝડપી લીધા હતા. શખ્સો પાસેથી રોકડ રૂ.૧૦,૭૦૦ કબ્જે કરવામાં આવ્યા છે. આ કામગીરીમા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એ.એન.પ્રજાપતી, એ.એસ.આઈ. જયદિપસિંહ ઝાલા, પો.કો.અનિરૂધ્ધસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ ઝાલા, પરમવીરસિંહ ઝાલા તથા પો.કો. કિરણબેન બાટવા જોડાયા હતા.