ગ્રીન લેન્ડ ચોકડી નજીકથી કેશોદનો ઈસમ ૮૫ બોટલ દારૂ સાથે પકડાયો

શહેરના ગ્રીન લેન્ડ ચોકડી નજીક કારમાંથી ૮૫ બોટલ દારૂ સાથે કેશોદનાં ઈસમને પકડી પાડી રૂ. ૩.૯૬ લાખનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પોલીસ પ્રાપ્ત વિગત કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે આવેલી ગ્રીનલેન્ડ ચોકડીના પૂલ ઉપર બી. ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોડી રાત્રિના અરસામાં વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન જીજે ૧ કેએસ ૨૬૨૨ નંબરની કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૮૫ બોટલ મળી આવી હતી. બી ડીવીઝન પીએસઆઈ વી.કે. ઝાલા, કે.યુ.વાળા હેડ કોન્સ્ટેબલ કે.વી. જાડેજા ડી.એચ. જાડેજાએ એમ રાઠોડ જે.વાય ગોહિલ અને જે.એચ. બોરાણાએ ૮૬,૦૦૦ની કિમંતની ૮૫ બોટલ, કાર અને મોબાઈલ મળી રૂ. ૩.૯૬ લાખના મુદામાલ સાથે કેશોદના વેરાવળ રસ્તા પર આવેલા દેવકૃષ્ણ પાર્ક શેરી નં.૨ માં રહેતો દિપક લીલાધર વાછાણી નામના બુટલેગરને પકડી લીધો છે. પીઆઈ બી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલાએ બુટલેગર દારૂ કોની પાસેથી લાવ્યો હતો કોને સપ્લાય કરવા આવ્યો હતો? વગેરે બાબતની પૂછતાછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *