Skip to content
વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.એચ.બાર તથા પોલીસ સ્ટાફના જે.કે. ગોહીલ, રાજુભાઇ ગુણુભાઇ, તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ, રાજુભાઇ ધનજીભાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ હકીકત આધારે દેવળીયા ગામ ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળે, દેવીપુજક વાસમાં, રેડ પાડતા ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા શંકુ રાજુભાઇ પ્યારઅલીભાઇ ભીમડીયા ઉ.વ.૨૮, કાળુભાઇ નાથાભાઇ પટેલીયા ઉ.વ.૨૨, પ્રવીણભાઇ કનુભાઇ ગોહિલ ઉ.વ.૨૭, રમેશભાઇ કાળુભાઇ ભરવાડીયા ઉ.વ. ૪૧, અરવીંદભાઇ દેવરાજભાઇ સોલંકી ઉ.વ.૨૦, પ્રવીણભાઇ લાભુભાઇ પટેલીયા ઉ.વ. ૩૧, સંજયભાઇ દેવાભાઇ સોલંકી ઉ.વ. ૨૦ વાળાઓને જુગાર રમતાં ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૨,૯૯૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.