સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ ની મેગા ફાઇનલ ની ભવ્યતા સાથે રમાઇ


કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે – નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ જે ભુજ નાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તા. ૦૬-૦૩-૨૦૨૫ થી ૨૨/૦૬/૨૦૨૫ ટોટલ ૧૦૮ દિવસ સુધી રમાયેલ છે. જેની ફાઇનલ મેચ તા.૨૨/૦૬/૨૦૨૫ રાત્રે ૦૯:૦૦ વાગ્યે મહાનુભાવો – લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ નાં ટ્રસ્ટીશ્રી ઓની ઉપસ્થિતિ માં મેઘા ફાઇનલ રમાઇ હતી. દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમને બિરદાવવા ઉપસ્થિત રહેતા ખેલ રસિકોનો આભાર માનતાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે સતત ૧૦૮ દિવસ રમાયેલ મેચો માં ટોટલ ૬૦૦+ ટિમો માં ૮૮૨૦ જેટલા ટોટલ ખેલાડીઓ એ રસ પૂર્વક ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૬ મહિલા ટિમ નાં ૨૪૦ મહિલા ખેલાડીઓ એ ૪ દિવસ માં ૧૫ જેટલી મેચો રમી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સાંસદશ્રી એ જણાવ્યું હતું કે કચ્છ ની સૌથી મોટી ઓપન ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની આજે ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારે ‘મેગા ફાઇનલ’ રમાઇ છે. જેમાં માં ઇલેવન ટિમ સામે ટાઈગર ઓફ વી ટિમ વચ્ચે સાંજે ૭ વાગ્યે ભવ્ય જંગ ખેલાયો હતો જેમાં, ટાઈગર ઓફ V એ ૧૨ ઓવરમાં ૧૩૩ રન બનાવી ઓલ આઉટ થયા હતા. તેમની સામે માં ઇલેવન – ભુજ ૧૧ ઓવરમાં ૧૦૦ રનમાં ઓલ આઉટ થઈ જતાં ટાઈગર ઓફ V ટીમ ૩૩ રન થી વિજેતા બની હતી. મેચોનું લાઈવ પ્રસારણ vinod chava યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.
ખેલાડીઓ ને જુસ્સો અને શુભેચ્છા પાઠવવા ગુજરાત નાં ખ્યાતનામ ખેલાડીઓ ભારતીય ક્રિકેટર શ્રી હાર્વિક દેસાઇ, સૌરાષ્ટ્ર
ક્રિકેટ એસોસીએસન- રણજી ટ્રોફી ના કોચશ્રી મોહનસિંહ જાડેજા, પુર્વ રણજી ટ્રોફી પ્લેયર શ્રી સુનિલભાઇ શુકલ, શ્રી મહેશભાઇ ચૌહાણ, રણજી ટ્રોફી સીલેકશન કમિટી ચીફશ્રી બીપીનભાઇ પૂજારા, શ્રી ફિરોઝભાઇ બાંભણીયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડેમી બોર્ડના મેમ્બર શ્રી મહાવીરસિંહ જાડેજા નું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત રહી મેઘા ફાઇનલ માણી હતી.
દરેક ૬૦૦+ ટીમો નાં મેચ દરમ્યાન સમય – સહકાર આપતાં કાર્યકરો – મહાનુભાવો નાં સન્માન અને ‘મેગા ફાઇનલ’ માં
ભાગ લેતી બંને ટીમો ને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવેલ, જેમાં મહેમાનો માં જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી
દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંજ જાડેજા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમ ભાઈ છાંગા, માંડવી ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તથા આ ટુર્નામેન્ટમાં વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, જયભાઇ ચાવડા, મુકેશભાઇ ચાવડા, વિશાલભાઇ ઠક્કર, કિશોરભાઇ નટ, રમેશભાઇ દાફડા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ આહીર, પ્રકાશભાઇ ડગરા, મોહનભાઇ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, હિતેશભાઈ ગોસ્વામી, જેન્તિભાઈ વાઘેલા, રવિભાઇ ત્રવાડી, રવિભાઇ ગરવા, અશોકભાઇ હાથી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, ધવલરાજ સોલંકી, અલ્પેશભાઇ પટેલ, નિલયભાઇ ગોસ્વામી, દીપકભાઈ ડાંગર, યશભાઈ વાઘેલા, સંજયભાઇ ઠક્કર, અરૂણભાઇ મકવાણા, નિલેશભાઈ દાફડા, દીપકભાઈ સિજુ વિગેરે હાજર રહયા હતા.