મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે. ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત શખ્સને પકડી પાડીને ૯૫,૨૦૦ ની રોકડ કબ્જે કર્યા છે. મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, શેખાભાઈ મોરી, રસિકભાઈ કડીવારની ટીમને મળેલી બાતમીને આધારે રવાપર લીલાપર રસ્તા પરના ગજાનંદ પાર્ક સોસાયટીમાં ગજાનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૦૧ માં રેડ કરતા હસમુખ શામજીભાઈ અઘારા, જયંતીલાલ વાઘજીભાઈ વરસડા, શંકરભાઈ દેવશીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ કરશનભાઈ ફૂલતરીયા, નરભેરામ પરષોતમભાઈ અઘારા, મુકુન્દ કાન્તીભાઈ માકડિયા અને ચંદુભાઈ અમરશીભાઈ પડસુંબીયા એમ સાતને પકડી પાડીને રોકડ રકમ રૂ.૯૫,૨૦૦ કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ આર જે ચૌધરી, રસિકભાઈ કડીવાર, શેખાભાઈ મોરી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઈ ખાંભરા, રણજીતસિંહ ડોડીયા અને નિર્મળસિંહ જાડેજા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *