ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા જીવા ગામની સીમમા જીલ્લા એલ.સી.બીના પીઆઇ ડી. એમ. ઢોલને મળેલી બાતમીના આધારે અન્ય પોલીસ સ્ટાફ સંજય પાઠક, કુલદીપસિંહ ઝાલા, હિતેશભાઇ જોગરાણા સહિતનાઓ ઘટના સ્થળે પહોચતા નાશભાગ મચી જવા પામી હતી. જેમાં ત્રણેય ઇસમોને ઝડપી પાડી ટ્રકમાંથી ઉતારેલા વિદેશી દારૂની પેટીઓ પણ પોલીસે પકડી લીધી હતી. ટ્રકમાં પાછળની સાઇડ દારૂની પેટીઓ મુકવા માટેની એક અન્ય વ્યવસ્થા કરવામા આવી હતી. નવીન મોડસ ઓપરેન્ડી વડે દારૂ ઘુસાડવામાં આવે છે. બુટલેગરો પોલીસના નાક નીચેથી દારૂ ભરેલી ટ્રકને પોતાના માલિક સુધી પહોંચાડી દે છે. જીવા ગામ તરફથી ઢવાણા ગામ તરફ જવાના રસ્તે સતીમાના પાળીયાવાળી તલાવડી પાસે ટ્રકમાંથી દારૂનું કટીંગ થતું હતું. આ દારૂનું કટીંગ મોડી રાતથી ચાલુ હોય જેથી મોટાભાગનો દારૂ સગેવગે કરી દેવાયો હતો. જ્યારે એલ.સી.બી સ્ટાફના હાથે ૧૫૦ વિદેશી દારૂની પેટીઓ લાગી હતી. એલ.સી.બી એક સ્થાનિક સહિત કુલ ત્રણ ઇસમોને પકડી પાડ્યા છે. એલ.સી.બીના હાથે લાગેલા મુદ્દામાલ કુલ ૧૮૦૦ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.૭.૨૦ લાખ, એક ટ્રક કિંમત રૂ.૧૦,00,000, ૩ મોબાઇલ કિંમત રૂ.૧૧,000, તથા રોકડ ૭,000 મળી કુલ ૧૭.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રમેશ લવજીભાઇ પરમાર, વિક્રમસિંહ જગદીશચંદ્ર રાજપુત, મયુરસિંહ ભીખુભા જાડેજા બધા ત્રણેય ઇસમો હાલ પોલીસ ગીરફ્તમા હોય જ્યારે અન્ય પ્રદિપસિંહ ચંદુભા ઝાલા, બલજીતસંગ જાટ તથા જીજે ૦૨ ઝેડ ૦૫૩૧ નો ચાલકવાળાઓ ભાગી નાસી ગયા હતા. એલ.સી.બી દ્વારા હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો લખાવી ટ્રક સાથે મુદ્દામાલ તથા પકડાયેલ ત્રણ ઇસમોનો કબ્જો સોપી દીધો છે.