Skip to content
રાજકોટ : વિંછીયા નજીક ટ્રકમાંથી રપ૦ બોટલ દારૂના જથ્થા સાથે બે ઇસમોને એલસીબીએ પકડી લીધા હતા. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડને મળેલ હકીકત આધારે વિંછીયા બોટાદ હાઇવે થોરીયાળી ગામ નજીક એક અશોક લેલન ટ્રકમાં વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડી ટ્રકમાં બેઠેલા શખ્સ રફીક ઉર્ફે બાઠીયો સન-ઓ મહમદભાઇ મડમ જાતે સંધી-મુસ્લીમ (ઉ.વ.૩પ) ધંધો ટ્રક ડ્રાઇવર રહે. ધોરાજી, ખીજડા શેરી પાછળની ગલી, વાઘરીયાનો ડેલો ઢોરીયા હનુમાન પાસે ધોરાજી જી.રાજકોટ, યાસીન ઇસ્માઇલભાઇ બેલીમ જાતે શિપાહી (ઉ.વ.૬૧) ધંધો કલીનર રહે. ધોરાજી, મોચીબજાર પઠાણની ડેલી ઢોરીયા હનુમાન નજીક ધોરાજી જી.રાજકોટ ૨૫૦ બોટલ દારૂ અને ટ્રક મળી કુલ રૂ.૧૦.૭ર લાખના મુદામાલ સાથે પકડી લેવાયા હતા. જયારે ઇમરાન ઉર્ફે દોઢ છક્કો ગરાણા રે.ધોરાજીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.એ.જાડેજા, પીએસઆઇ વી.એમ. લગારીયા સાથે એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા, કોન્સ. રહીમભાઇ દલ, કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા કોન્સ. સાહીલભાઇ ખોખર જોડાયા હતા.