આધાર પુરાવા વગરના ચોખાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ ભીડનાકા બાજુથી લાલ કલરનું લોડીંગ રીક્ષા જેના રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.બી.યુ.૩૨૦૯ વાળીમાં બીલ કે આધાર-પુરાવા વગરના ચોખાનો જથ્થો ભરી ગણેશકાંટા તરફ વેચાણ સારૂ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અક્ષય દીલીપભાઇ ગોર ઉ.વ. ૨૭ ધંધો. વેપાર રહે. શીવનગર, નાગનાથ મંદીરની બાજુમાં સરપટ નાકા બહાર ભુજ વાળો મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જાની લોડીગ રીક્ષામાં ચોખાના બાચકા ભરેલ હોય જે ચોખાના બાચકા બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

કબ્જે કરેલ મદામાલ

  • ચોખા ૭૫૦ કીલોગ્રામ કિં.રૂ. ૧૫,૦૦૦/-
  • મહીન્દ્રા કંપનીની લોડીગ રીક્ષા રજી.નં. જીજે.૧૨.બી.યુ.૩૨૦૯, કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-

→ પકડાયેલ ઇસમ

  • અક્ષય દીલીપભાઈ ગોર ઉ.વ. ૨૭ ધંધો. વેપાર રહે. શીવનગર, નાગનાથ મંદીરની બાજુમાં સરપટ નાકા બહાર, ભુજ