સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું મોત

copy image

copy image

સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે 39 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થાતી વિગતો મુજબ, ગત દિવસે સવારના અરસામાં પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ઉત્તરાખંડના ઓમરામ શિવરામને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઇજાઓના પગલે તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.