અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી. જે.  મેડિકલ કૉલેજના ઘાયલ થયેલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરાઈ

copy image

copy image

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી. જે.  મેડિકલ કૉલેજના એમબીબીએસના ઘાયલ થયેલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરવા અંગે ગુજરાત યુનિ.ને રજૂઆત કરવામાં આવતા ગુજરાત યુનિ. તે અરજી સ્વીકાર કરવામાં આવેલ છે.   જેને પગલે યુનિ. દ્વારા એમબીબીએસના 10 અને ફિઝિયોથેરાપીના 1 તેમજ 1 રેસિડેન્ટ ડૉક્ટર સહિત 12 વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કુલ 12 વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શૈક્ષણિક ફી માફ કરાઈ છે. જે 12 વિદ્યાર્થીઓ માંથી બી. જે કૉલેજના એમબીબીએસ પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના 8 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત એક વિદ્યાર્થી ફિઝિયોથેરાપીના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી છે.