ગાંધીધામમાં પરીણીતાએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું

copy image

copy image

ગાંધીધામમાં પરીણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામમાં રહેતાં 27 વર્ષીય રંભાબેન નનહેભાઈ રાય ગત દિવસે પોતાના ઘરે હાજર હતા તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ યુવતીએ નવાં ઘરના માનસિક તણાવના કારણે આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.