ભુજમાં 40 વર્ષીય આધેડ મહિલાએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

copy image

copy image

ભુજમાં 40 વર્ષીય આધેડ મહિલાએ ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં રહેનાર  હિનાબેન મહેશપુરી ગુંસાઈ નામના મહિલા પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર તેમણે ઝેરી દવા ગટગટાવી હતી. બનાવ અંગે જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.