માણાવદરમાં રઘુવંશીઓની નાગ પંચમી ઉજવાય

અષાઢ વધ પાચમ એટલે લોહાણા ની નાગ પંચમી.. સદીઓ થી ચાલી આવતી પરંપરા પ્રમાણે લોહાણા નાગપાંચમ ઉજવાય છે.જેમાં રઘુવંશીઓ જેમાં ફણગાવેલા મગ, બાજરો, ચણા,શ્રીફળ અને મીઠું દૂધ સહિતની સામગ્રીઓ નાગદાદાને અર્પણ કરે છે. માણાવદરમાં લોહાણા મહાજન વાડી અને બાવાવાડી માં ભગવાનજીભાઈ તન્ના ધરે નાગ દાદા નું સ્થાપન કરવામાં આવે છે રઘુવંશીની મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવે છે અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે નાગ દાદા નું પૂજન કરે છે. નાગદાદાને ફણગાવેલા મગ, બાજરો, ચણા,શ્રીફળ સહિત વિવિધ સામગ્રીઓ ધરાવી નાગદાદા ની પુરા ભાવથી આરતી કરવામાં આવે છે,નાગદાદા ના ગુણગાન ગાવામાં આવે છે.અને
અરસ પરસ પ્રસાદ પણ બાટવામાં આવે છે.રઘુવંશીઓની નાગ પંચમી એ રઘુવંશીઓ માટે એક મોટો તહેવાર ગણવામાં આવે છે.