અંજારમાં એક કિશોરી સાથે શારીરિક અડપલાં કરી બળજબરીપૂર્વક પૈસા પડાવનાર નરાધમ વિરુધ ફોજદારી

copy image

copy image

અંજારમાં એક કિશોરી સાથે શારીરિક અડપલાં કરી બળજબરીપૂર્વક રોકડ રૂ;ચાર લાખ તથા રૂ,3,78,000ના દાગીના પડાવી લેનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ આરોપી ઇરફાન વલુ શેખ નામના શખ્સે એક કિશોરીના ભોળપણનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલાં કરી ધમકી આપી હતી. દરમ્યાન આરોપી ઇસમે કિશોરી પાસેથી બળજબરીપૂર્વક રોકડ રૂા;ચાર લાખ તથા રૂા;3,78,000ના દાગીના પડાવી લીધા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.