ટુ- વ્હીલર(મોટર સાયકલ) વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝGJ-39- Hનું ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર– કચ્છ દ્વારા ટુ –વ્હીલર(મોટર સાયકલ)ના નવી સિરિઝ GJ-39-H માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૦૪/૦૭/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬/૦૭/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૦૬/૦૭/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૦૮/૦૭/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ વ્હીલર (મોટર સાયકલ) માટે રૂ.૮૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર ટુ વ્હીલર માટે ફીના રૂ.૩૫૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૨૦૦૦ રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-Aની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.
પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.(Process flow સામેલ છે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી કર્યાની તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઈ શકશે નહીં. આ ૬૦ દિવસ મર્યાદા અરજદાશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પુરું થયા બાદ તેમનું વાહન અનરજિર્સ્ટડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.
ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અંજાર આરટીઓ કચેરી દ્વારા પરત કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજાર-કચ્છની યાદીમાં જણાવાયું છે.