ભચાઉના વર્ધમાનનગર વિસ્તારમાં બંધ ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 2.55 લાખના મુદામાલની ચોરી કરી હતી. ભચાઉ પોલીસ સ્ટેશને સમાજીબાહી વેલજીભાઇ દરજીએ ફરિયાદ લખાવતા જણાવ્યુ હતું. કે તેવો રાપરમાં પોતાના સાસરે પત્ની અને બાળકોને લેવા ગયા હતા. ત્યારે તે અરસામાં તેમના બંધ ઘરમાં તાળું તોડીને રસોડાના ભાગેથી પ્રવેશ કરીને કબાટમાં રાખેલો સોનાનું મંગગલસૂત્ર, પેન્ડલ,ચેઇન, ચાર સાંકળા, ઝાંઝરી, સાથે 6 હજાર રોકડ સહિત કુલ 2,55,000 ના મુદામાલની ચોરી થઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.