ભિલોડાના અંધારિયા અને ભુતાવાડ ગામે રૂ. 1,11,000 નો દારૂ પકડાયો

ભિલોડા પોલીસને નાકાબંધી અને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે અંધારિયા અને ભુતાવડ ગામે બે બનાવમાં વગર પરમીટે કિંમત રૂ.૧, ૧૧, ૧૦૦ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બે મોટર સાયકલ અને એક ઇન્ડીકા સહીત કુલ કિંમત રૂ.૨, ૪૧, ૧૦૦ નો મુદામાલ ઝડપી એક સાથે બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન રાજ્યની હદમાંથી ગુજરાત રાજયમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે ભીલોડા પીએસઆઇ તથા પોલીસ સાથે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમ્યાન અંધારીયા ગામ રસ્તા પરથી પસાર થતી હીરો હોન્ડા મોટર સાયકલ નંબર પ્લેન્ડર આરજે  27  બીએલ 5435 તથા બજાજ ડિસ્કવર મોટર સાયકલ જીજે 9 સીએ 8597 ની ઉપર વગર પાસ પરમીટનો મુદામાલ જેમાં બોટલ નંગ 89 કિંમત રૂ. 44,500 નો મુદામાલ તથા બંને મોટર સાયકલ ની કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 74,500 નો મુદામાલ વહન કરી લાવી વાહન મૂકી બંને ચાલકો નાસી છૂટયા હતા. જેઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.  બીજા બનાવમાં ભિલોડા તાલુકાનાં ભુતાવાડ ગામે મળેલ હકીકત આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે પ્રોહી બુટલેગર રાહુલ રતિલાલ ભગોરા તથા હરેશ ઉર્ફે લાલો રતિલાલ ભગોરા તથા અજય રતિલાલ ભગોરા ફોર વ્હીલ કારમાં અંગ્રેજી દારૂ પોતાના રહેણાંક મકાન આગળ ભરતા હોવાની હકીકત આધારે દરોડો કરતાં પ્રોહી લિસ્ટેડ બુટલેગરો નાસી ગયેલ અને ઇન્ડિકા કાર નંબર જીજે 1 એચએમ 5626 ના ચાલક તથા તેની સાથેનો બીજો શખ્સ અજય રમેશભાઈ થેરીયાણી ઉ.વ. 28, દિલિપ લાલચંદ ચાવલા ઉ.વ. 26 વાળાઓ ઝડપાઇ ગયેલ જે ઇન્ડિકા કારમાંથી તેમજ મકાનની આગળ બનાવેલ  બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની તેમજ બીયર ટીન પેટી નંગ 15 મળી કુલ નંગ 156 કિંમત રૂ. 66,600 તથા ઇન્ડિકા કાર કિંમત રૂ. 1,00,000 મળી કુલ કિંમત રૂ. 1,66,600 નો મુદામાલ મળી આવતા જે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. અંગ્રેજી દારૂ વાહન કરી લઈ જે ઇન્ડિકા કાર નંબર 1 જીજે 1 એચએમ 5626ના ચાલક તથા તેની સાથેનો મોટર સાયકલ નંબર આરજે 27 બીએલ 5435 તથા બજાજ ડિસ્કવર મોટર સાયકલ નંબર જીજે 9 સીએ 8597 ઉપર વહન કરી લઈ આવતા બંને શખ્સો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *