ઉનાના પાતાપરુ ગામમાં મોડી રાત્રે ગામના ફાર્મમાં સિંહ આવી ચડ્યો
ગુજરાત રાજ્યના ઉના અને ગીર ગઢડાને સિંહોનું બીજું ઘર ગણી શકાય છે. કેટલીક વખત આ વિસ્તારોમાં સિંહો રહેંણાક વિસ્તારમાં આવી જાય છે. ત્યારે ઉના ખાતે આવેલ પાતાપુર ગામમાં દસ દિવસમાં 8 વખત સિંહો ગામ આવે છે. અને પશુઓનો શિકાર કરે છે.ત્યારે ગત રાત્રે પણ આવો જ એક બનાવ પાતાપરુ ગામમાં બન્યો હતો જેમાં, મોડી રાત્રે ગામના ફાર્મમાં ત્રણ મિત્રો હિંચકા પર બેઠા હતા તે સમયે અચાનક સિંહ આવી ચડતા ત્રણેય શખ્સોએ હાલકા પાડીને સિંહને ભગાડ્યો હતો.