અબડાસા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલક-કમ-કુકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ.

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની પી.એમ. પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની હંગામી કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તાલુકાના બાલાચોડ નાની પ્રાથમિક શાળા, ગોલાય પ્રા. શાળા, કૂકડાઉ પ્રા. શાળા, નાંન્દ્રા નાના પ્રા. શાળા અને સાંધવ પ્રા. શાળામાં કુલ ૫ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ઉમેદવાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ તથા વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ થી મહત્તમ ૬૦ વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પુરાવા, સ્કુલ લીવીંગ સટી, માર્કશીટ, જન્મતારીખનો પુરાવો, રહેણાંકનો પુરાવો, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.

અરજીપત્રક તા. ૨૧/૦૯/૨૦૨૬ થી ૩૦/૦૯/૨૦૨૬ દરમિયાન મામલતદાર કચેરી, અબડાસા ખાતેની પી.એમ. પોષણ શાખામાંથી મેળવી શકાશે. ભરેલ અરજીઓ તા. ૩૦/૦૯/૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.

નિયત અરજી ફોર્મ તથા વધુ વિગતો મામલતદાર કચેરી, અબડાસા (નલિયા) ખાતે ઉપલબ્ધ હોવાનું મામલતદારશ્રી દ્વારા જણાવાયું છે.