3 વર્ષના સમયમાં 250 થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલે નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા
copy image

અમદાવાદની અગ્રગણ્ય ઝાયડસ હૉસ્પિટલે આરોગ્યક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાયડસે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કર્યા છે.
હાલની લાઈફ સ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે. તો તેની સામે ઝાયડસ હૉસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ, લીવરને લગતાં રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે.
ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલા, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને 70 થી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈન્ક્મપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
રીપોર્ટ બાય:અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.