કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ ટ્યુમરને આપી માત, સમગ્ર વિશ્વમાં 30 જેટલાં કેસ નોંધાયા
copy image

ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ
કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં અને સોનોગ્રાફીમાં પણ ટ્યુમર યથાવત જણાતા, તેને વધુ સારવાર માટે અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી. જીસીએસ હોસ્પિટલ ખાતે ડૉ. સંકેત દેસાઈ (કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી) અને ડૉ.જતીન જાદવ (પીડિયાટ્રિક સર્જન) ની આગેવાની હેઠળ આ સર્જરી કરાઈ.
જીસીએસ હોસ્પિટલમાં ડિટેઇલ્ડ ઇમેજિંગ (એમઆરઆઈ) જેવા આધુનિક સ્કેનિંગ બાદ જાણવા મળ્યું કે બાળકી પ્રિસેક્રલ ગેંગલિઓન્યુરોમા નામના દુર્લભ અને બિન-કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમરથી પીડાઈ રહી છે- આ એક ટ્યુમર છે જે ખૂબ અસામાન્ય છે કારણકે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકો બંનેમાં 30 થી ઓછા કેસ નોંધાયા છે. તેમાંથી પણ માત્ર 6–8 કેસ બાળકોમાં નોંધાયા છે, જે આ કેસને ખૂબ જ વિલક્ષણ અને તબીબી દૃષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે.
આ ગાંઠ મૂત્રાશય અને મળાશયની નજીક પેલ્વિક કેવિટીમાં ડે સુધી ઉદ્ભવી હતી, જેનું કદ 10 x 10 x 7.5 સે.મી. હતું. જેના કારણે ઓપરેશન ખૂબ જ સંવેદનશીલ હતું, કારણકે નસોને નુકશાન થવાની શક્યતા ઊંચી હતી.અને મોટા આંતરડા સાથે ચોંટેલી હતી તેને પણ નુકશાન કાર્ય વિના ત્યાંથી છૂટી પાડી હતી.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.