ખેરવા ગામના સીમ વિસ્તારમાં કૂવામાં પડેલા ઘુડખરને બચાવાયુ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ કચ્છના નાના રણ તથા આસપાસના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતા ઘુડખર વિસ્તારની ઓળખ સમા છે. તેવા સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા યથાગ પ્રયત્નો કરાતા હોય છે. જેના કારણે ઘુડખર ની સંખ્યા 7000થી પણ વધુએ પહોંચી છે. તેવામાં દસાડા તાલુકાના ખેરવાસીમ વિસ્તારમાં નર્મદાની માઇનોર કેનાલનો કૂવો ઘુડખર માટે જોખમી રૂપ સાબિત થયો છે.
કેનાલના કૂવામાં ઘુડખર ખાબક્તા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બજાણા વન વિભાગને જાણ થતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર બજાણા ઘુડખર અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. સારલા,વન રક્ષક જે.કે.પટેલ, ડી.કે. તોલાણી, વી.આર.પરમાર સહિતની ટીમ રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી હતી. અને કલાકોની જહેમત બાદ ઘુડખર ને બહાર કાઢી લેવામાં આવ્યું હતું. સદ્દનસીબે ઘુડખર ને કોઈ મોટી ઈજા ન હોવાથી સીમ વિસ્તારમાં ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. ઘુડખર કૂવામાં ગરકાવ થયું તે
કૂવો સદ્દભાગ્યે કુવો ખાલી હોવાના કારણે જીવ બચી ગયો હતો. જો કુવામાં પાણી ભર્યું હોત તો ઘુડખર નુ મોત પણ થાય તેવી શક્યતાઓ હતી. આથી નર્મદા વિભાગ દ્વારા અભ્યારણ આસપાસ આવેલી કેનાલોના કૂવામાં જાળીઓ યોગ્ય લગાવવામાં આવે તે જરૂરી છે.તેવી માગણી થઈ રહી છે