છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા ચોરીના ગુનાના આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુંદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૪૩૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૫(અ), ૩૩૧(૩), ૩૩૧(૪), ૫૪ મુજબના ગુના કામેનો આરોપી મુકેશ કારાભાઇ સોલંકી (દેવીપુજક) હાલે આંબેડકર પુલ નીચે, જોગણીનગર બાવરી વાસ, જામનગર ખાતે રહેતો હોવાની હકીકત આધારે અત્રેથી જામનગર મધ્યે જઇ ઉપરોકત ગુના કામે નાસતા ફરતા આરોપીને હકીકત વાળી જગ્યાએથી પકડી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમએ ઉપરોક્ત ગુનો કરેલ હોઇ અને આ ગુન્હા કામે છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી લઇ આવી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી
  • મુકેશ કારાભાઇ સોલંકી(દેવીપુજક) ઉવ.૩૬ રહે. આંબેડકર પુલ નીચે, જોગણીનગર, બાવરી વાસ, જામનગર