સુરતના પાંડેસરામાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના બાળકનું મોત

shishu dead body

copy image

copy image

સુરત શહેરના પાંડેસરામાં દુઃખદ બનાવ બન્યો હોવાના આહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેરના પાંડેસરા ગામમાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત થયું છે. મોડી રાત્રીના સમયે બાળકની તબિયત અચાનક ખૂબ બગડી હતી. તેને સતત ઝાડા અને ઉલટી થઈ રહ્યા હતા. જેથી આ બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ આ બાળકને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.