સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ : બનાસકાંઠાના વડગામમાં માત્ર 3 કલાકમાં 8 ઈંચ વરસાદ

rain

copy image

copy image

સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે ત્યારે ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે ગત સાત દિવસ દક્ષિણ ગુજરાત માટે ખૂબ મુશ્કેલ હતા. વરસાદી કહેરના કારણે આખા શહેર પાણીમાં ગરકાવ થયા હતા. ઉપરાંત હજુ પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા ખાતે આવેલ વડગામમાં માત્ર 3 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.