ભુજ શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડમાં વયવંદના કાર્ડ માટેના કેમ્પો નું આયોજન

કેન્દ્ર સરકાર દવારા મોટી ઉંમરના નાગરિકો માટે વયવંદના યોજના ની શરૂઆત કરવામાં આવી છે જેમાં 70 વર્ષ થી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન થી જ આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.આ યોજના નો 29 નવેમ્બર થી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો છે.આ કાર્ડ થી તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા વગર 10 લાખ સુધી ની મફત સારવાર મળે છે.
ભારતીય જનતા પાર્ટી દવારા વખતો વખત આવી સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો ને મળે તે માટે આગેવાનો કાર્યકર્તાઓ દવારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે તે જ રીતે આ 70 વર્ષ થી ઉપરના લોકો માટે ખુબ જ ઉપયોગી યોજના નો લાભ પણ દરેક નાગરિક ને મળે તે હેતુથી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ની આગેવાની માં સમગ્ર જિલ્લા માં ચાલતી ઝૂબેશ અંતર્ગત ભુજ શહેર ભાજપ સંગઠન અને ભુજ નગરપાલિકાના આગેવાનો, કાઉન્સિલરો દવારા સાથે મળી ભુજ શહેર ના દરેક વોર્ડ માં આ વયવંદના યોજના ના કેમ્પો નો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થળ પર જ માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન ના આધારે કાર્ડ બનાવી આપવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મિતભાઈ ઠકકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લોક કલ્યાણ ના સિદ્ધાંત ને અનુસરી અને સમગ્ર જિલ્લા ની સાથે શહેર ભાજપ સંગઠન અને નગરપાલિકા ના સદસ્યોં દવારા સાથે મળી ભુજ ના દરેક વોર્ડ માં વયવંદના કેમ્પો યોજવામાં આવશે જેનો આજ તા. 3/7/25 ના વોર્ડ નંબર 2,5 અને 7 થી પ્રારંભ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે તારીખ 3/7 થી 8/7 સુધી અલગ અલગ વોર્ડ માં સવારે 10 થી સાંજે 6 વાગ્યાં સુધી આ કેમ્પો નું આયોજન કરવામાં આવશે જેનો વધુમાં વધુ લોકો એ લાભ લેવા અપીલ કરી હતી.આજના દિવસે 258 જેટલાં લોકો ના કાર્ડ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
વિવિધ વોર્ડના કેમ્પો માં ભુજ શહેર ભાજપ મહામંત્રી જીગરભાઈ શાહ ,ઉપપ્રમુખ જયંત ઠક્કર ,હિરેન રાઠોડ દિવ્યરાજસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ ભાટીયા, વયવંદના યોજના જિલ્લા ઇન્ચાર્જ બાલકૃષ્ણ મોતા, અંબાલાલ ગોર તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઘનશ્યામભાઈ ઠકકર, મહીદીપસિંહ જાડેજા, નગરસેવકો કમલ ભાઈ ગઢવી, સાવિત્રી બેન જાટ, ધીરેન લાલન, અનિલ છત્રડા, સંગઠનના નીતિનભાઈ પંડ્યા, ભગીરથસિંહ જાડેજા, મયુર ઠકકર, દિલીપ ચૌહાણ, ધર્મેન્દ્ર સોલંકી, સહિત ના આગેવાનો કાર્યકરો કેમ્પ ના આયોજન મા સહભાગી થયાં હતા તથા જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટર ના ડોક્ટરો તથા સ્ટાફ જેમાં ડો. વૈશાલીબેન, ડો. ભૂમિબેન, ડો. કરણભાઇ, સ્ટાફ માં જયદીપભાઈ, રોનિતભાઈ, શિવરાજસિંહ, કલ્પનાબેન, ક્રિષ્નાબેન, જાગૃતિબેન, ભાવનાબેન સહિતનાઓ એ ખુબ જ સરસ કામગીરી કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદી માં જણાવાયું હતું.