ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) ૧૦ જુલાઈ સુધીમાં કરાવવી
કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં તમામ
ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી(ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ૧.૬૮
લાખમાંથી અત્યાર સુધીમાં ૧.૦૫ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જયારે, ૬૨,૮૮૯ જેટલા ખેડુતોએ હજુ ફાર્મર રજીસ્ટ્રી
કરાવેલ નથી.
ખેડૂતો ૧૦મી જુલાઇ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પી.એમ. કિસાનના હપ્તાથી વંચિત
રહેવું પડશે. ૧૦ મી જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ૩૭.૫ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનોનો લાભ
નહીં મળી શકે.
હાલમાં ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો
લાભ જીલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી
ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન
સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે. હાલમાં પી.એમ કિસાન યોજના
અંતર્ગત લાભ મેળવા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ યોજાયો
હતો.
બહારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
બહાર ગામ રહેતા ખેડુતો https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઇટ પર જઇ સેલ્ફ
રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઇ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઇ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે.
આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ/ જમીનના ઉતારાની નકલ- 8અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ
અથવા અન્ય મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઇ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફ્કત
વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.
સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજિસ્ટ્રેશન જરૂરી
છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી(ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ પણ કર્યો છે.