માત્ર ૧૦ કિમી રોડનું અંતર કાપવામાં લાગે છે એક કલાકથી વધુનો સમય પાવરપટ્ટીના વિસ્તારોના લોકો ખરાબ રોડને લીધે ત્રાહિમામ

copy image

પાવરપટ્ટીના લોરિયા,ઝુરા, પાલનપુર,નિરોણા,બિબરને જોડતા રોડના કામનું બે માસ પહેલા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. પણ હાલ રોડનું કામ અધવચ્ચે છોડી દેવામાં આવતા આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માત્ર દસ કિમી અંતર કાપવામાં કલાકો નિકળી જાય છે. એટલો આ રોડ ખરાબ હાલતમાં છે. ખાત મુર્હૂત બાદ સાત કિમી કામ થયેલ છે. પણ ત્રણ કીમીનું કામ કોઈ કારણ સર અટક્યું પડ્યું છે. જેને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પાવર પટ્ટી અબડાસા તેમજ ભુજ વિસ્તારમાં આવે છે. એટલે બબ્બે ધારાસભ્યો ધરાવતા આ વિસ્તારના ધારાસભ્ય શ્રીઓ આ રોડની મુલાકાત લઈ તાત્કાલિક પૂર્ણ કરાવે એવી લોક માંગ ઉઠી છે . તેમજ આર એમ બી દ્વારા આ અધૂરા કામ વિશે સચોટ માહિતી અપાય એવી લોકો માંગણી કરી રહ્યા છે તેમજ આ પ્રશ્ન દસ દિવસમાં નહીં ઉકેલાય તોઅન્યથા ઉગ્ર આંદોલન કરવાની લોકોને ફરજ પડશે એવી ચિમકી સ્થાનિક નાગરિકો દ્વારા ઉચારવામાં આવી છે.