મણિપુરમાંથી સર્ચ ઓપરેશન દરમ્યાન સંયુક્ત સુરક્ષા દળો  દ્વારા 203 હથિયાર કબ્જે કરાયા

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા મણિપુરમાંથી સર્ચ ઓપરેશન દરમ્યાન હથિયારો જપ્ત કરવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગેરકાયદેસર હથિયારોની માહિતીના આધારે મણિપુરમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું જે,  ગુરુવાર રાતથી શુક્રવાર સવાર આ ઓપરેશન ચાલ્યું હતું. આ સર્ચ ઓપરેશન  દરમ્યાન મોટી સંખ્યામાં શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી કબ્જે કરવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, સંયુક્ત સુરક્ષા દળો  દ્વારા 203 હથિયાર, IED અને ગ્રેનેડ કબ્જે કરાયા છે.