કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભાવેશ ગઢવી તથા ભાવસંગ રાઠોડ રહે ડુમરા તા-અબડાસા વાળાઓ ડુમરાથી કોટાયા પાટીયા વચ્ચે આવેલ એચ.પી પેટ્રોલ પમ્પના પાછળના ભાગે બાવડોની ઝાડીમા પોતાના કબ્જાની ફોર વ્હિલ ગાડીમા ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલે તે આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા ભાવેશ નારાણ ગઢવી ઉ.વ.૩૪ રહે કોટાયા તા-માંડવીવાળો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ અને મજકુર ઇસમે જણાવેલ કે આ દારૂનો જથ્થો મને ભાવસંગ રાઠોડ રહે. ડુમરા તા-અબડાસાવાળો વેચાણ કરવા માટે આપી ગયેલ હોવાનું જણાવેલ અને મજકુર ઇસમના કબ્જામાંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

: કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂ. ૨,૦૪,૧૬૦/-)

  • ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૭૮ કી.રૂા. ૮૮,૬૦૦/-

બીયરના ટીન નંગ-૪૬ કી.રૂા. ૧૦,૫૬૦/-

  • ફોર વ્હિલ કાર રજી નં. જી.જે-૧૨.જે-૧૭૦૧ કી.રૂ. ૧,૦૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૧, કિં.રૂ.૫,૦૦૦/-
  • હાજર મળી આવેલ આરોપી
  • ભાવેશ નારાણ ગઢવી ઉ.વ.૩૪ રહે. કોટાયા તા-માંડવી કચ્છ (લીસ્ટેડ બુટલેગર)

:• હાજર નહી મળી આવેલ આરોપી

  • ભાવસંગ રાઠોડ રહે. ડુમરા તા-અબડાસા (લીસ્ટેડ બુટલેગર)