વરસાદ બાદ ભારતનગરની સ્થિતિ દયનીય

copy image

વરસાદ બાદ ભારતનગરની સ્થિતિ દયનીય : આમ આદમી પાર્ટીએ વિસ્તારની મુલાકાત લઇ તાત્કાલીક ધોરણે કામગીરી કરવા માંગ
ગાંધીધામ: આજ રોજ આમ આદમી પાર્ટી ગાંધીધામ ટીમે પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની અધ્યક્ષતામાં ભારતનગર વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાંના રહીશો સાથે તેમની મુશ્કેલીઓ સાંભળી. વિસ્તારની હાલત જોઈને દરેક વ્યક્તિ ચિંતિત થઇ ગયો. રસ્તાઓ પર ભારે ગંદકી, ખાડા, પાણી ભરાવ, ખુલ્લા ગટરના ઢાંકણો, ખુલ્લા નાળાઓ અને રસ્તાઓ રખડતી ગાયો અને આખલોના કારણે અહીંના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ બાબતે ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું કે, “જે સ્થિતિમાં અહીંની પ્રજા રહી રહી છે તે જોઈને એવું લાગે છે કે તેઓએ ભરેલા ટેક્સના પૈસા પ્રશાસનએ પાછા આપી દેવા જોઈએ. આવી આવું દયનીય પરિસ્થિતિમાં લોકોને રહેવું પડે છે તે આપણા પ્રશાસનની સૌથી મોટી નિષ્ફળતા છે.”
આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટી ગાંધીધામના સક્રિય કાર્યકરો નિલેશ મેહતા, રાજુ લાખાણી, મીનાક્ષી ત્યાગી, નિશા દુદાણી, હિતેશ બરડોલિયા, રૈયસી દેવારિયા, સંજય સરિયાલા, સુરેશ બારુપાલ, રાજુ સોલંકી, નિલેશ દફડા, અમૃત રાઠોડ અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા.
અંતે આમ આદમી પાર્ટી ટીમે તાત્કાલિક આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક પ્રશાસનને જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવાની માંગ કરી છે.