ઝારખંડમાં વધુ એક જેન-ઝી આંદોલન

image

ઝારખંડની રાજધાની રાંચી હાલ વિદ્યાર્થી આંદોલનનું નવું કેન્દ્ર બની ગઈ છે. જેપીએસસી (14મી) અને જેએસએસસી-સીજીએલ પરીક્ષાઓમાં પેપર લીક, ઓએમઆર શીટમાં ધાંધલી અને ગેરરીતિઓના ગંભીર આરોપો સામે યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. દિલ્હીના જંતરમંતર જેવા જ જુસ્સા સાથે, હાથમાં ત્રિરંગો લઈને વરસાદમાં `વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવતા વિદ્યાર્થીઓ ખરાબ હવામાન વચ્ચે પણ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ અને બાપુ વાટિકા પાસે રસ્તા પર મક્કમતાથી ટકેલા છે. મંચ પરથી અનિશ્ચિત મુદતના ઉપવાસ સાથે શરૂ થયેલું આ પ્રદર્શન સોમવારે પોતાના છઠ્ઠા દિવસે પ્રવેશતાં વધુ ઉગ્ર બની ગયું છે. આ પ્રદર્શન કોઈ રાજકીય પક્ષનું એજન્ડા નહોતું. તેની શરૂઆત રાંચીના બાપુ વાટિકા મેદાનમાં કેટલાક પરેશાન વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ એકઠા થવાથી થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયાના યુગમાં યુવાનોની એકજૂથતાએ તેને જોતજોતામાં રાજ્યવ્યાપી જનઆંદોલનમાં ફેરવી દીધું. જે રીતે દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે સોનમ વાંગચૂક અનશન પર બેઠા હતા, તે જ તર્જ પર રાંચીમાં છાત્ર નેતા દેવેન્દ્ર નાથ મહતોએ મોરચો સંભાળ્યો છે. તેઓ 14મી જેપીએસસી પરીક્ષાને તાત્કાલિક રદ કરવા અને ભરતી પ્રક્રિયાની સીબીઆઈ તપાસની માંગ સાથે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે. જેમ-જેમ દિવસો વીતી રહ્યા છે તેમ હેમંત સોરેન સરકાર પર વહીવટી અને રાજકીય દબાણ વધી રહ્યું છે. આ આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવતી `કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી)નું પણ સમર્થન મળ્યું છે. સીજેપીના સંસ્થાપકોએ આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમની માગણીઓને યોગ્ય ઠેરવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ’ પર પોતાનું ઔપચારિક સમર્થન જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ સતત તેમને એક મંચ પર સાથે આવવા અપીલ કરી રહ્યા છે.જોવા મળી રહ્યો