ગૌ-હત્યાના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ-હત્યાના ગુન્હા કામે પકડવાનો બાકી આરોપી ઇસ્માઇલ સુમાર મોખા રહે. સિતારા ચોક ચાકીવાડી ભુજ વાળો હાલે જ્યુબીલી સર્કલથી હોસ્પીટલ રોડ તરફ જતા આવેલ ખાવડા ચાની દુકાન પાસે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછપરછ કરતા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ-હત્યાના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
ઇસ્માઇલ સુમાર મોખા ઉ.વ.૩૩ રહે. સિતારા ચોક ચાકીવાડી ભુજ
નીચેના ગનામાં નાસતો ફરતો હતો
- ભુજ શહેર બી ડીવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૭૬૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૨૯૯,૩૨૫,૫૪ તથા ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમ-૧૯૫૪ (ગુજ. પશુ સરંક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭) ની કલમ-૫(૧-એ), ૬(બી), ૮(૨), ૮(૪),૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાની કલમ-૧૧(૧)(એલ) તથા ધી ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ ની કલમ-૧૧૯ મુજબ.