કોઈ પણ વ્યક્તિ જળાશયોમાં નાહવા ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવામાં આવ્યા
ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૦૫/૦૫/૨૦૨૫વાળા પત્રની વિગતે તાજેતરમાં રાજયમાં જુદા જુદા જીલ્લાઓમાં આવેલ જુદા જુદા જળાશયો (નદી વળાવ, નહેર, દરીયા)માં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ હોઈ રાત્રિના જીલ્લામાં આવેલ જળાશયો સંદર્ભે જયાં જયાં આવી ઘટનાઓ બનવાની શકયતા હોય તેવા ભયજનક સ્થીએ કોઈ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા સુચના આપવામાં આવેલ છે. જે ધ્યાને લેતા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી, હું આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મને મળેલી સત્તાની રૂએ ફરમાઉં છું કે,
(৭)
સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા, નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્તાર, જળાશયો, કોઝ-વે તથા નાના-મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી.
(२) સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમાસાની ઋતુ દરમિયાન ઊંચા મોજાં ઉછળતા હોવાથી કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહી તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહી.
(3) સમગ્ર કચ્છ જીલ્લામાં આવેલ તમામ કોઝ-વે ઉપર પાણીનું ભારે વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી.
(૪) ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્ફી લેવાં નહી.
-: મુક્તિ :-
આ હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા આપત્તિ વ્યવસ્થાપન માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી.
-: શિક્ષા :-
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોઇ આથી એક તરફી હુકમ કરું છું. જાહેર જનતાની જાણ સારુ સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી મારફતે પ્રસિદ્ધિ કરાવવી તથા તમામ પોલીસ સ્ટેશન, તેમજ જિલ્લા પંચાયત હસ્તકની તમામ કચેરીઓ અને ગ્રામ પંચાયતોના નોટીસ બોર્ડ પર તથા મહેસૂલી તમામ કચેરીઓના નોટીસ બોર્ડ પર તથા સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર ચોટાડી પ્રસિદ્ધિ કરવી.
આ જાહેરનામું તા.6/૦૭/૨૦૨૫ થી તા.૦૧/૦૯/૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આજરોજ તા. ૧૭ /૦૭/૨૦૨૫ના રોજ મારી સહી કરી તથા કચેરીનો મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.