અમદાવાદ ખાતે સેવ અર્થ મિશન ગ્લોબલ વિઝનનું અનાવરણ કરવામાં આવ્યું

copy image

- સેવ અર્થ મિશન ગ્લોબલ વિઝનનું અનાવરણ
ગિફ્ટ સિટી ક્લબ, અમદાવાદ ખાતે આયોજિત એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં, સેવ અર્થ મિશન – વિશ્વની સૌથી ઝડપથી વિકસતી પર્યાવરણીય ચળવળ – એ તેના ‘ગ્લોબલ વિઝન’ અભિયાનનું ઔપચારિક રીતે અનાવરણ કર્યું.
- ઓગસ્ટ 2025 થી 60+ દેશોમાં વિશ્વનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન
આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય છે: ઓગસ્ટ 2025 થી સાંઇઠથી વધું દેશોમાં એકસાથે હાથ ધરવામાં આવનાર સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન.
બહુરાષ્ટ્રીય ઝુંબેશનો ઉદ્દેશ્ય તાત્કાલિક આબોહવા કાર્યવાહી માટે અબજો લોકોને એકત્ર કરવાનો, વૃક્ષો વાવવા, ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવાનો અને નેટ ઝીરો ભવિષ્યનો પાયો નાખવાનો છે.
સેવ અર્થ મિશન પહેલાથી જ એક કલાકમાં પચાસ લાખ થી વધુ વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી ચૂક્યું છે. હવે, સંસ્થા આ અભિયાનનો વિસ્તાર કરીને ખંડોમાં સ્વયંસેવકોને એકત્ર કરશે અને 2040 સુધીમાં ત્રીસ અબજ વૃક્ષો વાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરશે.
“આ હવે ફક્ત એક ઝુંબેશ નથી, તે એક ગ્રહ-વ્યાપી ક્રાંતિ છે,” સેવ અર્થ મિશન – ઇન્ડિયાના પ્રમુખ સંદીપ ચૌધરીએ જણાવ્યું. “આપણે ફક્ત વૃક્ષો વાવી રહ્યા નથી, અમે આશાનું વાવણી કરી રહ્યા છીએ. ઓગસ્ટમાં, આખી દુનિયા એક સાથે આવશે – ટોક્યોની શાળાઓથી લઈને દુબઈના રણ, હિમાલયના ગામડાઓ અને ન્યૂ યોર્કના ઉદ્યાનો સુધી.”
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.