ભુજના રુદ્રમાતા ડેમમાં ડૂબી જવાથી આધેડનું મોત

copy image

ભુજમાં રુદ્રમાતા ડેમમાં માછલી પકડવા ગયેલા 42 વર્ષીય આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજના મહિલાશ્રમ પાસેના ગીતા કોટેજિસમાં રહેતા 42 વર્ષીય આધેડ ભૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનું ધુરેસિંહ કુશ્વાહ પોતાના મિત્ર સાથે રુદ્રમાતા ડેમમાં માછલી પકડવા ગયેલ હતા. ત્યારે માછલી પકડતી વેળાએ પગ લપસી જતા આધેડ પાણીમાં ડૂબી ગયા હતા. ઉપરાંત તેમને પાણી માંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.