માનકૂવામાંથી ચાર ખેલીઓ ઝડપાયા : એક ફરાર

copy image

ભુજ ખાતે આવેલ માનકૂવામાંથી ચાર જુગારપ્રેમીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના અરસામાં માનકૂવાના વથાણ ચોકમાં અમુક ઈશમો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી 12 હજારની રોકડ સાથે ચાર ખેલીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.